મોરવા હડફ: મોરવા હડફના કસનપુર પાસે હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે 17 વર્ષના કિશોરનું મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત
મોરવા હડફ તાલુકાના કસનપુર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા વાહને મોટરસાયકલને સામેથી જોરદાર ટક્કર મારતા 17 વર્ષના એક કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે,જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે જેની માહિતી તા.6 જૂન શનિવારના રોજ પ્રાપ્ત થઈ હતી