ખંભાત: ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી બે યુવતીઓ લાપતા થતા પોલીસે તપાસ હાથ ધરી
ખંભાત તાલુકાના દહેડા ગામના રાવળવાસમાં રહેતી હેતલબેન કનુભાઈ અંજારીયા (ઉ.વ.32) ગત તારીખ 31ના રોજ અગમ્ય કારણોસર ક્યાંક ગૂમ થઈ જવા પામી હતી.જ્યારે બીજા ખંભાત શહેરની શાન્તીનગર સોસાયટી ખાતે રહેતી સુનિતાબેન જીગ્નેશભાઈ ઠાકોર (ઉ.વ. 30) ગત 31મીના રોજ પોતાની બહેનને સાડી આપવા માટે જવાનું કહીને ક્યાંક ગૂમ થઈ જવા પામી હતી.બંને યુવતીઓના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેણીઓનો કોઈ અતો પતો લાગ્યો ન હતો.જે અંગે ખંભાત શહેર-ગ્રામ્ય પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.