ગાંધીધામ: મનપાની કાર્યવાહી: સ્પાનો કચરો નાળામાં ફેંકનાર ધ રિલેક્સ સ્પાને 10,000નો દંડ
ગાંધીધામ મનપા દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જોશી પેટ્રોલ પંપ સામે આવેલા વરસાદી નાળામાં “ધ રિલેક્સ સ્પા” દ્વારા કચરો ફેંકવામાં આવતા મનપાએ નોંધ લીધી હતી. આ મામલે તપાસ બાદ મનપા દ્વારા સ્પા સંચાલક સામે ₹10,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. મનપાએ જણાવ્યું કે જાહેર સ્થળો અને નાળામાં કચરો ફેંકવો કાયદેસર ગુનો છે અને આવી પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક પગલાં લેવામાં આવશે.