ભચાઉ: સોનાની દુકાનમાંથી ચોરી થયેલા દાગીના ભચાઉ પોલીસે પરત અપાવ્યા
Bhachau, Kutch | May 31, 2026 ભચાઉ શહેરમાં થોડા દિવસો પહેલા સોનાની દુકાનમાંથી દાગીનાઓની ચોરી થઈ હતી. જે ભચાઉ પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ આજે ભચાઉ પોલીસે ચોરી થયેલા દાગીના વેપારીને આજે પરત અપાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વેપારી દ્વારા ભચાઉ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.