ગાંધીધામ: મનપા દ્વારા RCC રોડના કામોમાં વિલંબ મામલે વધુ એક કડક કાર્યવાહી: સંબંધિત એજન્સીને ₹25 લાખનો દંડ
GDMC દ્વારા RCC રોડના કામોમાં વિલંબ મામલે વધુ એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. કમિશ્નર મનિષ ગુરવાણી દ્વારા અંકિતા કન્સ્ટ્રક્શન એજન્સીને ₹25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, RCC રોડના કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થતા તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે એજન્સીને બાકી રહેલા તમામ કામ એક મહિનાની અંદર પૂર્ણ કરવાનો કડક આદેશ પણ આપવામાં આવ્યો છે. શહેરના વિકાસ કામોમાં ગુણવત્તા અને સમયમર્યાદાને લઈને તંત્ર વધુ સક્રિય બન્યું છે