ખંભાત: ખંભાત-ધર્મજ માર્ગ પર રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલર પાછળ બાઈક ધડાકાભેર અથડાતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Khambhat, Anand | Jul 29, 2026 વાડોલાથી ખંભાત તરફ આવી રહેલ બાઈકચાલક યુવક અનિરુદ્ધ અશોકભાઈ સોલંકી (ઉ.વ. 19, રહે. અંબિકાપુરા, નિશાળ પાસે, વાડોલા) પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. દરમિયાન, કંસારી ખોડિયાર ચોકડી નજીક બીલીપત્ર પાસે રોડની સાઈડમાં એક ટ્રેક્ટરની ટ્રોલી (ટ્રેલર) ઊભી હતી.જો કે, રસ્તામાં ટ્રેક્ટરનું ડીઝલ પતી જતાં તેને તેને રોડની સાઈડમાં ઊભું રાખવામાં આવ્યું હતું. અંધારાને કારણે વાડોલાથી આવતો બાઈકચાલક આ ઊભેલા ટ્રેલરને જોઈ શક્યો ન હતો અને સીધો પાછળ ધડાકાભેર અથડાયો હતો.