જાંબુઘોડા: જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈના જન્મદિવસ નિમિત્તે જાંબુઘોડામાં સ્કૂલ બેગ વિતરણ,તિથિભોજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ
આજે રવિવારના રોજ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ નિમિત્તે જાંબુઘોડા તાલુકાની હીરાપુર અને વાવ પ્રાથમિક શાળા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મયંકકુમાર દેસાઈએ શાળાના બાળકો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.આ પ્રસંગે બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું