ગાંધીધામ: બી ડિવિઝન વિસ્તારમાંથી LCB પોલીસે ગેરકાયદેસર લાખોની ચણાદાળ અને લોટના જથ્થા સાથે બે ઈસમોને ઝડપ્યા
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા ચુડવા જીઆઈડીસી નજીક આવેલા ગોડાઉનમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે મેળવાયેલ અંદાજે ₹22.60 લાખનો ચણાદાળ, ચણાનો લોટ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કાર્યવાહી દરમિયાન વૈભવ અરવિંદભાઈ ગઢવી અને હર્ષદભાઈ કિશોરભાઈ મંગેની અટકાયત કરવામાં આવી હતી. એલસીબીના પીઆઈ જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ તથા સ્ટાફે સફળ કામગીરી હાથ ધરી હતી.