ગાંધીધામ: ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન હેઠળ આદિપુર પોલીસે રૂ. 11.95 લાખનો મુદ્દામાલ અરજદારોને પરત કર્યો
આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ.ડુવા અને સ્ટાફ દ્વારા સી.ડી.આર. CEIR પોર્ટલ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ દરમિયાન 16 મોબાઇલ ફોન કિંમત રૂ. 4,03,011, અરજદારની ગુમ થયેલ સોનાની ચેઇન કિંમત રૂ. 1,50,000, રોકડ રૂ. 32,000, બે લેપટોપ કિંમત રૂ. 70,000 તેમજ ઘરફોડ ચોરીનો રૂ. 5,40,000નો મુદ્દામાલ એમ કુલ કિ રૂા 11,95,011 /- નો મુદ્દામાલ શોઘી આદિપુર પોલીસ સ્ટેશન ખાતે અરજદારોને બોલાવી પરત સોંપવામાં આવ્યા છે