ભચાઉ: સામખિયાળી પોલીસે વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી
Bhachau, Kutch | Jun 2, 2026 સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઇ અને સામખિયાળી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સામખિયાળી પોલીસની ટીમને વિદેશી દારૂની બાતમી મળી હતી. જે બાદ સામખિયાળીથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન આરોપી રામ મમુ કોળી રહે રવેચી નગર સામખિયાળી વાળાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.