ગોધરા: ગોધરા સહિત પંચમહાલમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી તો વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગોધરા સહિત પંચમહાલમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી તો વાતાવરણમાં ઠંડક પ્રસરી,પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે, ત્યારે હાલ ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.સતત વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.