Surat Breaking: સારોલીની Shyam Sangini Textile Marketમાં ભીષણ આગ! 15-20 Fire Brigade વાહનો દોડ્યા | 4-5 દુકાનો ઝપેટમાં**
સુરતના સારોલી ખાતે આવેલી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા ફાયર વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રે આશરે 12:50 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને આગ અંગેનો કોલ મળ્યો હતો. શરૂઆતમાં 6 ફાયર ફાયટર વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગની ગંભીરતાને જોતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો અને ત્યારબાદ કુલ 15થી 20 જેટલા ફાયર બ્રિગેડના વાહનો તૈનાત કરવામાં આવ્યા.
પ્રાથમિક માહિતી મુજબ માર્કેટની 4થી 5 દુકાનો આગની ઝપેટમાં આવી છે. દુકાનોના શટર અને તાળા તોડી ફાયર બ્રિગેડની ટીમ અંદર પ્રવેશીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી રહી છે.
#suratbreaking #suratnews #suratfire #saroli #shyamsangini