ખંભાત: ખંભાતના લુણેજ ગામે પરાળમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન
Khambhat, Anand | May 23, 2026 ખંભાત તાલુકાના લુણેજ ગામે આજે અચાનક પરાળના જથ્થામાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ગામમાં રહેતા ભરતભાઈ ગંધુભાઈ ભરવાડના પરાળના મોટા ભોર (ગંજ) આ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં લાખોની કિંમતનું પરાળ બળીને ખાખ થઈ ગયું હતું.ઘટનાની ગંભીરતાને સમજીને પેટલાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.