જાંબુઘોડા ને અડીને આવેલા મોટા વાજપુર ગામે દીપડાના આતંકે એક માસુમ બાળકીનો ભોગ લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘરના ઓટલે રમી રહેલી 4 વર્ષીય ભવ્યાબેન પોપટભાઈ રાઠવાને દીપડો ઢસડી ગયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતાં તબીબોએ મૃત જાહેર કરી હતી