ખંભાત: ખંભાત પંથકની કિશોરીને ઢૂંઢાકુવાનો શખ્સ ભગાડી જતાં ફરિયાદ
Khambhat, Anand | Jun 27, 2026 ખંભાત પંથકમાં રહેતી એક ૧૪ વર્ષ અને ૧ માસ, ૨૯ દિવસની ઉંમર ધરાવતી કિશોરીને બોરસદ તાલુકાના ઠુંઠાકુવા ગામે રહેતો કિરણભાઈ જશભાઈ પરમાર (ઉ. વ. ૩૫) ગત ૧૭મી તારીખના રોજ રાત્રીના સુમારે પટાવી, ફસલાવીને ભગાડીને લઈ ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો ના મળતા આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.