અંજાર: રતનાલ ગામે આજે વહેલી સવારે રાજ્ય કક્ષાના મંત્રી સહિત એક જ ઘરના સો ટકા દિવ્યાંગ ત્રણેય સભ્યોએ મતદાન કર્યું
Anjar, Kutch | Apr 26, 2026 અંજાર તાલુકાના રતનાલ ગામે લોકશાહીના મહાપર્વ નિમિત્તે વહેલી સવારે મતદાન કેન્દ્ર પર ઉત્સાહજનક દૃશ્ય જોવા મળ્યું. રાજ્ય કક્ષાના મંત્રી સહિત એક જ ઘરના સો ટકા દિવ્યાંગ ત્રણેય સભ્યોએ સૌપ્રથમ પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમના આ જાગૃત પગલાએ અન્ય મતદાતાઓ માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. વહેલી સવારે થયેલા મતદાનથી વિસ્તારમાં લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો.