નખત્રાણા: નિરોણામાં બાઇક થાંભલા સાથે અથડાતાં યુવાનનું કરુણ મોત
નિરોણામાં બાઇક થાંભલા સાથે અથડાતાં યુવાનનું કરુણ મોત નિરોણા ગામે કરુણ અકસ્માતમાં ૨૫ વર્ષીય યુવાન કાનજી આહીર પોતાની બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે વાહન વીજ થાંભલા સાથે ભટકાતા તેને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. ભુજની હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.