મોરવા હડફ: ધારાસભ્ય નિમિષાબેન સુથારે મેરપ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી, વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે તા.14 જૂન રવિવારના રોજ મોરવા હડફ મતવિસ્તારની ગોલ્લાવ જિલ્લા પંચાયતના મેરપ ગામની મુલાકાત લીધી હતી.