ગાંધીધામ: “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી: ચાર આરોપીઓ ઝડપાયા, અન્ય ચાર પોલીસ પકડથી દૂર
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે તપાસ હાથ ધરી અને બેંક ખાતાઓ ભાડે આપવાના કૌભાંડમાં સંડોવાયેલા કુલ ચાર આરોપીઓ દિવ્યરાજસિંહ અનિરુદિક્સંહ રાણા,જયનીતભાઈ ભરતભાઈ કન્ન૨,ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબ્બીર અકબર લુહારને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા,રાજભા ગાંડુજી વાઘેલા,કીંગ ડેવીડ ઉર્ફે કનૈયાલાલ ઠક્ક૨ અને દિપક ઠકક૨ પોલીસ પકડથી દૂર છે. આ વિશે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી છે.