ભચાઉ: અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારનો પોક્સોનો આરોપી ભચાઉથી ઝડપાયો
Bhachau, Kutch | Apr 13, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોક્સો ગુનાનો નાસતો ફરતો આરોપી અલ્પેશ જોધા ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસ દ્વારા સોમવારે સાંજે માહિતી આપવામાં આવી હતી.