ભચાઉ: ભચાઉ શહેર અને તાલુકામાં આજે ગુરુવારે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરાઈ
Bhachau, Kutch | May 28, 2026 આજે ગુરુવારે ભચાઉ શહેર અને તાલુકાના ગામડાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ઈદ-ઉલ-અઝહાની કોમી એકતા અને ભાઇચારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારે ઇદની નમાજ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને ઇદની મુબારકબાદી પાઠવી હતી. જે બાદ મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈ અને પોતાના સ્વજનોની કબરમાં ફુલ ચડાવીને દુઆ કરી હતી.