પાલીતાણા: આદપુરમાં કિશોરીઓને HPV રસી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આજરોજ તારીખ 9 એપ્રિલના રોજ સાંજના 4 કલાકના પાલિતાણા તાલુકાના આદપુર ગામે PHC દ્વારા કિશોરીઓ માટે HPV વેક્સીન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડૉ. દીપક મકવાણા, જિલ્લા સુપરવાઈઝર અમિતભાઈ રાજ્યગુરુ અને નિપુલભાઈ ગોંડલિયાએ હાજરી આપી કિશોરીઓને રસી વિશે માહિતી આપી, ગેરમાન્યતાઓ દૂર કરી અને રસી લેવાની સમજણ આપી હતી.