ગાંધીધામ: આદિપુરના 4બી વિસ્તારમાં સવારના અંધારામાં ચોરી, ગેસના બાટલા સહીત સામાન ઉઠાવાયો; ઘટના CCTVમાં કેદ
આદિપુરના 4બી વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 49, હાઉસ નંબર 7 માં ગતરોજ વહેલી સવારે અંદાજે 4:00 વાગ્યાની આસપાસ ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મકાનમાંથી ગેસના બાટલા સહિતનો સામાન ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં આ બનાવને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.