ગાંધીધામ: પોલીસ દ્વારા પંડિત દીનદયાલ હોલ ખાતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોને આર્થિક રાહત આપવા લોન મેળાનું આયોજન
ગાંધીધામ શહેર અને પૂર્વ કચ્છ વિસ્તારમાં વ્યાજખોરોના ચુંંગલમાંથી સામાન્ય જનતાને મુક્ત કરાવવા માટે પૂર્વ-કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરોથી પીડિત લોકો માટે ખાસ લોન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ લોન મેળાનો વિધિવત પ્રારંભ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના હસ્તે કરવામાં આવ્યો હતો.