હાલોલ: હાલોલ ડી-માર્ટ પાસે બાઇકની અડફેટે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, પગમાં ફ્રેક્ચર થતા વડોદરા રિફર
હાલોલ શહેરના ડી-માર્ટ નજીક આજે શનિવારે એક બાઇક ચાલકે પૂરઝડપે આવી વૃદ્ધ મહિલાને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં મહિલાના પગના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા છે