ખંભાત: ખંભાત શહેરમાં રહેતી 38 વર્ષીય પરણીતા લાપતા થઇ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.
ખંભાત શહેરના પીંજાર કોટ લાલ સ્કૂલની પાછળ રહેતી અને 38 વર્ષની ઉંમર ધરાવતી સુરૈયાબાનું મહંમદઇમરાન મન્સૂરી કોઈને પણ કાંઈપણ કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. અને તેણી કોઈ કારણોસર ક્યાંક લાપતા થઇ જવા પામી હતી.જેથી પરિવારજનોએ આસપાસ તેમજ સગાવ્હાલાઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ યુવતીનો કોઈ અતો પતો લાગ્યો ન હતો.આખરે પરિવારજનોએ ખંભાત શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પરિવારની ફરિયાદના આધારે જાણવાજોગનો નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.