ગાંધીધામ: ‘બી’ ડિવિઝન પોલીસની કાર્યવાહી:સેક્ટર સાત વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત "બી" ડિવિઝન પીઆઈ એસ.વી.ગોજીયાની ટીમે બાતમીના આધારે સેક્ટર 7માં આવેલી પૂનમ સોસાયટીના એક મકાનમાં રેઇડ કરી હતી. ત્યાંથી પોલીસે 467.85 ગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે સ્થાનિક શખ્સ અજય હીરજીભાઈ સિંચણીયાને ઝડપી લઈ આરોપી વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પૂછપરછમાં આ જથ્થો અંજારના મનોજ લંગડા નામના શખ્સે આપ્યો હોવાનું ખુલતા તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.