ખંભાત: જહાજ ગામેથી પશુચોરો બે ગાયોની ચોરી કરી જતાં ફરિયાદ
Khambhat, Anand | May 24, 2026 ખંભાત તાલુકાના જહાજ ગામે રહેતા ફરિયાદી સ્મીતકુમાર જયપ્રકાશભાઈ પટેલની સીમમાં આવેલી જમીનમાં તબેલો બનાવ્યો છે. જેમાં આઠેક જેટલી ગાયોને રાખવામાં આવી છે. દરમ્યાન ગત રોજ કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બે ગાયો કે જેની કિંમત 50 હજાર રૂપિયા જેટલી થવા જાય છે તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે ખંભાત રૂરલ પોલીસે પશુચોરીનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.