અંજાર: પ્રિમોન્સૂન કામગીરી માટે નગરપાલિકાના પદાધિકારીઓએ વિવિધ માર્ગોનું નિરીક્ષણ કર્યું
Anjar, Kutch | Jul 8, 2026 અંજાર શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવા તથા રોડ પર ખાડાની સમસ્યા નિવારવા નગરપાલિકાના પદાધિકારીઓ અને વિવિધ સમિતિના ચેરમેનોએ ઇજનેરો સાથે શહેરના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી.રોડ બીસ્માર હાલતમાં હોય અને ત્યાં કોઈ પણ પ્રકારના ખાડા હોય તો માર્ગ પર મેટલ પાથરી લેવલિંગ, રોડ રોલર તથા કાળી ભૂંસીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ઇજનેરોને જણાવાયું હતુ.