મોરવા હડફ: મોરવા હડફ પોલીસે કુવાઝર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક મહિલા સામે નોંધ્યો ગુનો
મોરવા હડફ પોલીસની ટીમે તા.17 એપ્રિલ શુક્રવારના રોજ સાજના સુમારે કુવાઝર ગામના નાયક ફળિયામાં રહેતી ઉષાબેન સુફરાભાઈ ભડીયાતના ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 3 જેની કિંમત 300 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન ઉષાબેન ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે