અંજાર: એલસીબી પોલીસે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વીજ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપ્યા
Anjar, Kutch | May 7, 2026 એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચામુંડાનગર ખારા પસવારીયા કેનાલ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી છકડો રિક્ષાને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી એલ્યુમિનિયમ વીજ વાયર મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ ભીમાસર અને અજાપર ગામની સીમમાં ચાલી રહેલા મોટી વીજલાઇનના કામમાંથી રાત્રિના સમયે વાયર કાપી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.જ્યારે અન્ય છ આરોપીઓ હાજર ન મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.