મોરવા હડફ: પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન,જિલ્લા સહિત મોરવા હડફ ખાતે કામગીરીની સમીક્ષા કરાઈ.
પંચમહાલ જિલ્લામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન અંતર્ગત ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મની કામગીરી વેગવાન બની છે. આ અભિયાનના ભાગરૂપે જિલ્લાના વિવિધ મંડળોમાં 'કોલ સેન્ટર'ના માધ્યમથી ચાલી રહેલી પ્રક્રિયા અને પ્રગતિની ઉચ્ચ સ્તરે સમીક્ષા કરવામાં આવી હતી.જે અંતર્ગત મોરવા હડફ ખાતે પણ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ પ્રશિક્ષણ અભિયાનની કામગીરીની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.