ભચાઉ: સર્વોદય સોસાયટીમાં જુગાર રમતી 7 મહિલાઓને ભચાઉ પોલીસે ઝડપી પાડી
Bhachau, Kutch | Apr 18, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ શહેરમાં સર્વોદય સોસાયટીમાં જુગાર રમી રહેલી મહિલા ઉર્મિલાબેન કોળી, કુંવરબેન બારૂપાર, વૈશાલીબેન ચાવડા, ગલાલબેન કોળી, જયશ્રીબેન માયાની, સધાબેન કોળી, મંજુબેન ચૌહાણ સહિત મહિલાઓને ભચાઉ પોલીસે ઝડપી પાડી હતી.