અંજાર: પૂર્વ કચ્છ એલસીબીનો મોટો દરોડો : ટપ્પર વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયર સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
Anjar, Kutch | Jun 13, 2026 એલસીબી પીઆઈ જે. એમ. વાળા, પીએસઆઈ ડી. જી. પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં વિદેશી દારૂ, બીયર તેમજ વાહનો સહિત રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કુલ 1,277 પેટી દારૂ અને બીયરનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો.ગણતરી પૂર્ણ થયા બાદ કુલ મુદ્દામાલની કિંમત, દારૂનો જથ્થો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તેમજ સમગ્ર રેકેટ અંગેની વધુ તપાસ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.