શહેરા: ડેમલી ગામે આકાશી વીજળી પડતા મૃત્યુ પામેલ પશુઓના માલિકને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે સહાય ચેક અર્પણ કરાયો
શહેરા તાલુકાના ડેમલી ગામની આંબાજટી ચોકડી પાસે રહેતા પ્રવિણસિંહ સાલમસિંહ ચૌહાણની એક ભેંસ અને એક પાડાનું ગત તા.૧૯ જૂનના રોજ વરસાદ દરમિયાન આકાશી વીજળી પડતા મોત થયું હતું,જેમાં ગ્રામ પંચાયતના તલાટીએ જેતે સમયે પંચનામું કરી પશુપાલકને સહાય મળે તે માટેનો રિપોર્ટ તાલુકા પંચાયત કચેરીમાં મોકલી આપ્યો હતો,ત્યારે આજરોજ શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે પશુપાલક પ્રવિણસિંહ ચૌહાણને સરકાર તરફથી મળતી પશુમૃત્યુ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો