રાપર: ચૂંટણીના ટાણે જ રાપર 'આપ'માં મોટું ભંગાણ: તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણાનું રાજીનામું, પક્ષને મોટો ફટકો"
Rapar, Kutch | Apr 3, 2026 રાપર તાલુકા 'આપ' પ્રમુખ અને જાણીતા એડવોકેટ સુરેશભાઈ મકવાણાએ આજે પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. વીડિયો સંદેશ અને લેખિત પત્ર દ્વારા પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. તેઓ આમ આદમી પાર્ટીમાં રાપર તાલુકા પ્રમુખ તરીકે કાર્યરત હતા ચૂંટણીઓ પહેલા તાલુકા સ્તરના મજબૂત ગણાતા નેતાનું રાજીનામું આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે સુરેશભાઈ આગામી સમયમાં કઈ દિશામાં જશે તેના પર સૌની નજર છે.