અંજાર: સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના વ્યાસાસને બરસાના ધામમાં ‘વ્રજપ્રભા ગ્રંથ પારાયણ’નો મંગલ પ્રારંભ
Anjar, Kutch | Jun 2, 2026 ઉત્તરપ્રદેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ બરસાના નજીક આવેલા ચીકસોલી ગામના રાસ મંડપ ખાતે 'શ્રીમદ શ્રી વ્રજપ્રભા ગ્રંથ પારાયણ' જ્ઞાન સપ્તાહનો મંગલ પ્રારંભ ભક્તિભાવપૂર્ણ માહોલમાં થયો છે. નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ તથા અંજાર સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના વ્યાસાસને આ ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.