અમરોલી પોલીસ સ્ટેશનની PCR-49 ટીમને 16 વર્ષના બાળક દ્વારા કાતર વડે હુમલો કરવાના કોલ મળતા પોલીસ કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પોલીસે જીવના જોખમે બાળકનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો. રેસ્ક્યુ દરમિયાન પોલીસ સ્ટાફના એક કર્મચારીને હાથમાં સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Udhna, Surat | Aug 22, 2026