ગાંધીધામ: અપનાનગર વિસ્તારમાં બે જણનો યુવાન ઉપર છરી વડે હુમલો
ગાંધીધામમાં રહેતા એવા શ્રમિક આકાશ છોટેલાલ પાસવાને આરોપી સલીમ મુસ્લિમ અને ઠીંગણા નામના માણસ સહિત બે જણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદને ટાંકીને ઉમેર્યું હતું કે, ફરિયાદી યુવાને નાણાં આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપી સલીમે જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી તેમજ અન્ય આરોપીએ પણ આ યુવાનને ધકબૂસટનો માર માર્યો હતો.પોલીસે આ અંગે વધુ છાનબીન આરંભી છે.