ખંભાત: પીપળોઇ ગ્રામ પંચાયતના તલાટી અને VCE લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા
Khambhat, Anand | Jun 25, 2026 ફરિયાદીના વતનમાં વડીલોપાર્જિત ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાં ફરિયાદી તેમજ તેમના ભાઈ-બહેનોના નામ દાખલ કરવા માટે 'પેઢીનામું' કઢાવવું જરૂરી હતું. આ કામ માટે પીપળોઇ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કૈવન બિપીનભાઈ શાહ અને ત્યાંના VCE શૈલેષ રામભાઈ મકવાણાએ ફરિયાદી પાસે 10,000/- રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકને અંતે 8000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.પેઢીનામું તૈયાર કરી આપવાના બદલામાં લાંચની રકમ લેતા તલાટી કમ મંત્રી અને VCE ઝડપાઈ ગયા હતા.