અંજાર: ગંગાનાકા વિસ્તારમાં યુવકની હત્યાનુ કારણ પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યું
Anjar, Kutch | Apr 17, 2026 ગંગાનાકા પાસે ગઈકાલે સાંજે મુસ્તાક મન્સૂરીની થયેલી હત્યાનુ કારણ પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યું.આ મામલે અસલમ સમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૃતકના ભાઈ કાસમ મન્સૂરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ હત્યા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર છે.મુસ્તાકને આરોપી અસલમ સમાની પત્ની સાઈનાબાનુ સાથે સંબંધ હોવાથી અસલમ તેની સાથે અણબનાવ રાખતો હતો.ગત સાંજે મુસ્તાક ગંગાનાકા પેટ્રોલ પંપ પાસે હતો ત્યારે અસલમ અને અન્ય એક અજાણ્યા શખ્સે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.