કાલોલ: એરાલ-વરવાડા રોડ પરથી લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો: પાસ-પરમિટ ન હોવાથી કાલોલ મામલતદાર કચેરી દ્વારા વાહન સીઝ કરાયું
એરાલ થી વરવાડા જતાં માર્ગ પરથી ગેરકાયદેસર રીતે લાકડા ભરીને જઈ રહેલા એક ટેમ્પાને કાલોલના સર્કલ ઓફિસર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સર્કલ ઓફિસર કાલોલ દ્વારા એરાલ-વરવાડા રોડ પરથી પસાર થતાં ટેમ્પો નંબર GJ-08-V-0496 ને શંકાના આધારે રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેમ્પામાંથી મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા અંગે પૂછપરછ કરતાં જાણવા મ