મોરવા હડફ: મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સુરત જિલ્લા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમા રાખીને રાજ્યમા રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે.આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.જેમા પ્રદેશ સ્તરની સૂચનાઓ અનુસાર વિવિધ જિલ્લાઓમાં નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.આ પ્રક્રિયાના ભાગરૂપે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારને સુરત જિલ્લાના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લામાં ઉમેદવારી પ્રક્રિયા સુચારૂ રીતે યોજાઇ હતી