ગાંધીધામ: ગુજરાત સ્થાપના દિવસે કર્તવ્ય ટીમનું અનોખું સેવાકાર્ય, વિવિધ વિસ્તારોમાં વીર મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ-સુશોભન
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીધામ શહેરમાં કર્તવ્ય ટીમ દ્વારા સેવાભાવી અને પ્રેરણાત્મક કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની વિવિધ જગ્યાઓ પર સ્થાપિત વીર શહીદો અને મહાપુરુષોની પ્રતિમાઓની સફાઈ, સુશોભન તેમજ ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી, ભાઈ પ્રતાપજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદજી વગેરે પ્રતિમાઓનો સમાવેશ થાય છે.