અંજાર: તાલુકા પેન્શન મંડળ દ્વારા મ્યુનિસિપલ બગીચામાં 51 વૃક્ષોના પ્રથમ જન્મદિન નિમિત્તે વૃક્ષ પૂજન કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | May 29, 2026 અંજાર તાલુકા પેન્શન મંડળ દ્વારા અંજાર મ્યુનિસિપલ બગીચામાં વાવવામાં આવેલા 51 વૃક્ષોના પ્રથમ જન્મદિન નિમિત્તે વૃક્ષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અંજાર તાલુકા પેન્શન મંડળ તેમજ અંજાર રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ વેલજીભાઈ જશાભાઈ આહીર અને મંજુલાબેન આહીર દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું.