કાલોલ: કાલોલના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા: રુદ્રાભિષેક,
રવિવારે કાલોલના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના ભવ્ય જીર્ણોદ્ધારનું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે મંદિરમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.દિવસ દરમિયાન મંદિર પરિસરમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું હતું. સાંજના સમયે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન થયું હતું, જેમાં શિવભક્તો ભક્તિરસમાં લીન બન્યા હતા. કાર્યક્ર