ખંભાત: આંબાખાડ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા 50 જેટલાં અસરગ્રસ્તોની હિજરત, સદગુરુ કબીર આશ્રમમાં આશ્રય મળ્યો.
ખંભાત પંથકમાં ખાબકેલા ભારે વરસાદને પગલે શહેરી તેમજ ગ્રામ્યના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.શહેરના ખંભાત આંબાખાડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.25 જેટલા ઘરોમાં પાણી ભરાતા રહીશોની હીજરત કરવાની ફરજ પડી છે.50 જેટલાં અસરગ્રસ્ત રહીશોને સદગુરુ કબીર આશ્રમમાં આશ્રય મળ્યો છે.છેલ્લા 2 દિવસથી અસરગ્રસ્ત રહીશોને કબીર આશ્રમમાં રહેવા જમવાની તમામ સુવિધા કબીર આશ્રમ તરફથી પૂરું પાડવામાં આવે છે.