ભચાઉ: કૌશલ ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટ કંપનીમાં ભીષણ આગ
Bhachau, Kutch | Apr 22, 2026 ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે બપોરના અરસામાં કચ્છના ભચાઉ તાલુકાના છાડવારા ગામ નજીક આવેલ કૌશલ ગ્રીન એનર્જી નામની સોલાર પ્લાન્ટની કંપનીના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાનો મુખ્ય કારણ હજુપણ અકબંધ છે.