કલોલ: પાનસર મંદિરમાં ચોરી કરનાર ઝડપાયો, 12 હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
કલોલના પાનસર ગામે ફુલબાઈ જોગણી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. આરોપી બ્રિજેશ પ્રજાપતિ પાસેથી ચોરાયેલા ચાંદીના 5 છત્તર કબ્જે કરી કલોલ તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.