અંજાર: મેઘપર (બો.)ની સોસાયટીમાં ઘરમાં ઘુસી મહિલાની છેડતીથી ચકચાર
Anjar, Kutch | May 10, 2026 મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેનાર 27 વર્ષીય એક પરિણીતા પોતાના ઘરે હતી. તેમના પતિ નોકરીએ ગયા હતા, ત્યારે રાત્રે 10 વાગ્યાના અરસામાં તેમના ઘરમાં એક શખ્સ ઘૂસી આવ્યો હતો. આ શખ્સે મહિલાની એકલતાનો લાભ લઇ પ્રેમ સંબંધ રાખવાની માગણી કરી, ખરાબ વર્તન તથા અડપલાં સતામણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.